મુખ્ય સામગ્રી પર જાઓ

મારી અરજી તે હરિ ઉર ધારજો હું તો છું તારી નગણી નાર, મને ના વિસારશો

મારી અરજી તે હરિ ઉર ધારજો હું તો છું તારી નગણી નાર, મને ના વિસારશો.
          મારા અવગુણ ઉરમાં ન આણશો, તમે ગુણવંત ગુણભંડાર...મને.૧
મુજ અબળાની મત પાનીએ.નવ સમજુ સાર અસાર.મને.
         તમે અધમ ઉદ્ધારણ નાથજી, તમે કોટિ ભૂવન કીર્તાર...મને.૨
તમે અજામેળ પાપી ઉદ્ધારીયો, તમે ગુણિકા તારી નાર.મને.
         તમે ગજના બંધ છોડાવિયા, તમે સુદામાની કીધી સાહ્ય...મને.૩
મન કર્મ વચને તમને વરી, હવે શીદ કરુ મન ઉચાટ.મને.
         અન્તકાળે નારાયણદાસને, આવો તેડવા જોઉં છું વાટ...મને.૪

 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026