મુખ્ય સામગ્રી પર જાઓ

ઘણું જીવો ઘનશ્યામજીરે, દીનબંધુ દયાળ

ઘણું જીવો ઘનશ્યામજી રે, દીનબંધુ દયાળ;
         દરશન દઈને કાપો દુ:ખડાં, વાલા ઘણું વધારો વ્હાલ...ઘણું૦ ૧
દરશન વિના દુ:ખિયાં ઘણાં રે, સર્વે તમારા જન;
         ગોવિંદ ક્યાંયે નથી ગોઠતું, વાલા કામકાજ ઘર વન...ઘણું૦ ૨
પંચ પ્રકારે સુખ જગતનાં રે, અમે કીધાં હરામ;
         તમ સંગ બાંધી છે પ્રીતડી, જીવન મારા તમે શ્યામ...ઘણું૦ ૩
તાપ શમાવો મળી તનના રે, ઠારો દરશન દઈને નેણ;
         ઘ્રાણને સુંઘાડો હાર ફુલના, કરણે મધુરાં વેણ...ઘણું૦ ૪
રસના તલખે મહા પ્રસાદને રે, દેશો બોલાવી થાળ;
         જીવત સફળ ત્યારે જાણશું, પ્રેમાનંદના પ્રતિપાળ...ઘણું૦ ૫

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026