મુખ્ય સામગ્રી પર જાઓ

જાગો ગિરિધારી જાઉં વદન ઉપર વારી

જાગો ગિરિધારી જાઉં, વદન ઉપર વારી ;      
          પ્રાત ભયો પ્રાણનાથ, જાગો ગિરિધારી.ટેક૦
જન સમાજ દર્શ કાજ, ઠાઢે સબ દ્વારી ;  
         ઉઠો મહારાજ બાજ, કીજે અસવારી.પ્રાત૦૧
સુખનિવાસ ખડે દાસ, દર્શ આશ ભારી ; 
         ગગન ભાસ રવિ ઉજાસ, તમર ત્રાસ ટારી.પ્રાત૦ર
મેવા મિષ્ટાન્ન આન, ઠાન કનક થારી ;  
         કમલા અતિ હરખ માન, લીને કર ઝારી.પ્રાત૦૩
ભયો સવાર દયા ધાર, ઉઠીએ મોરારી ;
         બ્રહ્માનંદ વાર વાર, જાવત બલિહારી.પ્રાત૦૪ 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : ભૈરવી
પ્રકાશક:
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626
સ્વરકાર : ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
પ્રભાતિયા
www.swaminarayankirtan.org © 2026