મુખ્ય સામગ્રી પર જાઓ

મેલો આળસ માવા દઉં માખણ મહી ખાવા

મેલો આળસ માવા, દઉં માખણ મહી ખાવા ;
         જશોમતી કહે હાથ જોડી, મેલો આળસ માવા. ટેક૦
આવ્યા સબ ગ્વાલ બાલ, તમને બોલાવા ;
         તે સંઘાથે નાથ તમારે, જાવું ધેન ચરાવા. જ૦૧
ગોપીજન ગ્રામ કેરાં, મનને લલચાવા ;
         કેમ થયા છો કાન વારી, નિદ્રાવશ આવા. જ૦ર
ઉઠો અલબેલા હરિ ; મોરલી મીઠી વાવા ;
         પેહેરો તન વસન પીત, ગીત મધુરાં ગાવા. જ૦૩
દાતણ તૈયાર શ્યામ, ગરમ જલ કરાવા ;
         બ્રહ્માનંદ પાસ દાસ, હાજર નવરાવા. જ૦૪
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
પ્રભાતિયા, આમંત્રણ, સરભરા
વિશેષ નામ :
કચ્છી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026