મુખ્ય સામગ્રી પર જાઓ

શ્યામ છબીલો ઘનશ્યામ છબીલો, નેણાં લોભાણાં મારાં જોઇનેરે

શ્યામ છબીલો ઘનશ્યામ છબીલો, નેણાં લોભાણાં મારાં જોઈને રે -ટેક. કંદર્પ કોટી વારું લઈ વારણે, રહી છું અંગોઅંગ મોહીને રે -ઘન૦ ૧ છેલ છબીલાની પાઘને તોરે, રાખ્યું છે મન મારું ઠોઈને રે -ઘન૦ ૨ નવલ મનોહર નટનાગરને, રાખું જીવલડામાં પ્રોઈને રે -ઘન૦ ૩ પ્રેમાનંદ કહે શ્રીઘનશ્યામનાં, પીવું ચરણ નિત્ય ધોઈને રે -ઘન૦ ૪

 

 

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
ભાવ :
વધામણ
પુસ્તક :
કિર્તન દિવાળી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026