મુખ્ય સામગ્રી પર જાઓ

આજ અષ્ટમી આનંદકારી, પ્રગટે દેવ મુરારી હો

દોહા :

આજ મહોત્સવ મુદિતમન, સુર સજ્જન દ્વિજ દાસ;
     ત્રિભુવન જન આનંદ ભયો , અસુરનકે ઉર ત્રાસ...૧
શ્રાવન વદી શુભ અષ્ટમી, રોહીણી બુધવાર;
     અર્ધ નિશિ પ્રગટ ભયે, હરિજુ હરન ભૂભાર...૨
 
આજ અષ્ટમી આનંદકારી, પ્રગટે દેવ મુરારી હો;
          નંદરાય ઘર નોબત બાજે, ભઇ હે કોલાહલ ભારી હો...આજ૦ ૧
ચંદનગાર સંવારતી ભામિની, બહુવિધ ભવન અટારી હો;
         મંગળ કુંભ ભરે ઘરઘર શુભ, બાંધે તોરણ દ્વારી હો...આજ૦ ૨
પૂરે ચોક સોહાગિની આંગન, ગજમોતિન ભરી થારી હો;
         ધ્વજા પતાક ધૂપ દીપક બહુ, ભવન છબી ભઇ ન્યારી હો...આજ૦ ૩
પહેરે ભૂષન વસન અમોલિક ગોકુળ ગોપકુમારી હો;
         પ્રેમાનંદ કહે વારે હરિપર, ધર્મ અર્થ ફળ ચારી હો...આજ૦ ૪
 
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026