મુખ્ય સામગ્રી પર જાઓ

નોબત બાજે શ્રીનંદરાય ઘર, પુત્ર જશોમતી જાયો હો

નોબત બાજે શ્રીનંદરાય ઘર, પુત્ર જશોમતી જાયો હો;
         મુદિતભયે સુરનર મુનિ સજ્જન, ત્રિભુવન આનંદ છાયો હો. નોબત. ૧
શ્રાવનકી અંધિયારી આઠમ, આધિ રેન સોહાઇ હો;
         પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ, સુર સજ્જન સુખદાઇ હો. નોબત. ૨
ગજગામિની ભામિની ગોકુલકી, ઘરઘરસું સુની દોરી હો;
         આવતી નંદભવન પરમાનો, સરિતા સિંધુકી ઓરી હો. નોબત. ૩
ભવ બ્રહ્મા સુરરાજ દેવ સબ, ચઢી વિમાન નભ આયે હો;
          વરષત સુમન વૃષ્ટિ મંદિરપર, પ્રેમાનંદ મન ભાયે હો. નોબત. ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026