મુખ્ય સામગ્રી પર જાઓ

ધન્ય ધન્ય આજ અનુપમ ઉત્સવ, ગાવે ગોકુળવાસી હો

ધન્ય ધન્ય આજ અનુપમ ઉત્સવ, ગાવે ગોકુળવાસી હો;
           શ્રાવણ વદ આઠમકી અર્ધનિશિ, પ્રગટ ભયે અવિનાશી હ...ધન્ય.૧
ઘરઘર બાત સુંની ગોકુળમેં વ્રજવનિતા ઉઠી ધાય હો;
           કંચનથાર ભરે ગજમોતિન, મંગળ ગાવતી આઇ હો...ધન્ય.૨
દધિ હરદિ અંગ લેપન કિયે સબ, દોરી પરસપર છાંટે હો;
           નાચત ગાવત કરત કોલાહલ, હરખી બધાઇ બાંટે હો...ધન્ય.૩
આનંદસિંધુ બઢ્યો નંદદ્વારે , ભઇ ભીર નરનારી હો;
           પ્રેમાનંદ હરિમુખ નિરખી, તન મન ધન બલિહારી હો...ધન્ય.૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026