મુખ્ય સામગ્રી પર જાઓ

ઉત્સવ આજ પવનસુતકો શુભ , ગાઇએ કરી અતિ પ્યાર હો

ઉત્સવ આજ પવનસુતકો શુભ , ગાઇએ કરી અતિ પ્યાર હો;
          પંચ શબ્દ વાજીંત્ર વજાડો, ગાવો મંગળ ચ્યાર હો . ઉત્સવ. ૧
આસો માસ અંધારી ચૌદશ, પૂજીએ પવનકુમાર હો;
         આપે સુખ સંપત મનવાંછિત, કાપે કષ્ટ હજાર હો.  ઉત્સવ.૨
તેલ સિંદૂર સુભગ તન ચરચિએ, પહેરાવો ઉર હાર હો;
         કરી પકવાન જમાડો પવનસુત, કરશે જેજેકાર હો.  ઉત્સવ. ૩
ધૂપ દીપ કરી સુભગ આરતી, માગિયે વારમવાર હો;
         પ્રેમાનંદ કહે રામદૂત આપો,પ્રભુપદ પ્રીત અપાર હો. ઉત્સવ. ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
હનુમાનજી, વદ, કૃષ્ણપક્ષ, ચૌદસ, ચતુર્દશી, આસો
વિવેચન:
આસો વદી ૧૪
પદ ૮૫૭ મું. –રાગ માલીંગડો- પદ ૧/૪
www.swaminarayankirtan.org © 2026