મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રી હનુમાનની હાંક સુંણીને

શ્રી હનુમાનની હાંક સુંણીને,
નાસે અશુભ ભયકારી હો;
         ઘોર પિશાચ ભૂત બ્રહ્મરાક્ષસ ,
          કૃત્યા આદિક ભારી હો. શ્રી. હ. ૧
વીર વેતાળ ચૂડેલ ને ડાકણ,
ગ્રહ આદિ જે ઘોર હો;
         હનુમાન એવું નામ સંભારતાં,
         નાસે તે પાડી બકોર હો. શ્રી. હ. ૨
આપે પુત્ર વિત્ત સુખ વાંછિત,
જપે જે મંત્રનો જાપ હો;
         કાપે રોગ ને દુઃખ દરિદ્રતા,
         અનેક જનમનાં પાપ હો. શ્રી હ. ૩
ધર્મવંશી જે નરનારી સહુ,
પૂજીએ અતિ શુદ્ધ ભાવે હો;
         ધર્મકુળના પૂજ્ય દેવ છે, 
         પ્રેમાનંદ પ્રીતે ગાવે હો . શ્રી. હ. ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : સોહિની
પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
હનુમાનજી, વદ, કૃષ્ણપક્ષ, ચૌદસ, ચતુર્દશી, આસો
ઉત્પત્તિ:

પદ ૮૬૦ મું. –રાગ માલીંગડો – પદ ૪/૪

www.swaminarayankirtan.org © 2026