મુખ્ય સામગ્રી પર જાઓ

કેસરીકુંવર કૃપાનો સાગર, નાગર ચતુર સુજાણ હો

કેસરીકુંવર કૃપાનો સાગર, નાગર ચતુર સુજાણ હો;
આગમ નિગમમાં કુશળ મહાબળ,
              બોલે વચન પ્રમાણ હો...કેસરિ. ૧
શ્રી રઘુનાથના મંત્રીમાં મોટા, નીતિપ્રવીણ ગંભીર હો;
મહાનૈષ્ઠિક મન વચન કર્મ કરી,
             ધર્મધીર મહાવીર હો...કેસરિ. ૨
શ્રીરામપક્ષ દઢ રામદૂત વર, એકાંતિક રામદાસ હો;
પૂજ્ય પ્રતિષ્ઠિત ચૌદ લોકમાં,
              રામચરણ નિવાસ હો...કેસરિ. ૩
વજ્રતનુ શત્રુમદમંજન સુફળ, શસ્ત્ર જય કારિ હો;
શૂરવીર મહા સુભટ જુદ્ધમાં,
              પ્રેમાનંદ બલિહારી હો...કેસરિ. ૪ 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
હનુમાનજી, વદ, કૃષ્ણપક્ષ, ચૌદસ, ચતુર્દશી, આસો
www.swaminarayankirtan.org © 2026