મુખ્ય સામગ્રી પર જાઓ

સુરપતિ મહા કોપ કરી બોલ્યો, જીન મેરી બલિ ખાઇ હો

પદ ૮૭૯ મું. –રાગ આશાવરી- પદ ૩/૪
સુરપતિ મહા કોપ કરી બોલ્યો, જીન મેરી બલિ ખાઇ હો;
         દેખું મેં આજ તાકી પ્ર્ભુતાઇ, કેસેં કરત સહાઇ હો . સુર. ૧
પ્રલયકાળકે મેઘ બોલાયે, વરસો વ્રજપેં જાઇ હો;
         બ્રજકી ભૂમિ સહિત દ્રુમ વેલી, ડારો સિંધુકે માંઇ હો. સુર. ૨
કોપે મેઘ ચઢિ વ્રજ ઘેર્યો, વાયુ રેનું ઉડાઇ હો;
         ગર્જત મેઘ દામિની દમકત અશ્મ વૃષ્ટિ ભઇ આઇ હો. સુર. ૩
કંપે વ્રજવાસી ભયે વ્યાકુળ, બાળ વ્રુદ્ધ વછ ગાઇ હો;
         પ્રેમાનંદ કહે કૃષ્ણ કૃષ્ણ કહિ, આયે પોકારત ધાઇ હો. સુર. ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
અન્નકૂટ -- (5)
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026