બેની હું તો હરિના ગુણ નિત્યે ગાવું રે, ધ્યાન સમાધિ માંહી આનંદ પાવું ર...૧ આઠો પો’ર પલ એક નવ વિસારું રે, મૂર્તિ પ્રગટ પ્રભુની ઉરમાં ધારું રે...૨ પ્રભુ સ્વામિનારાયણ મળ્યા ઘેર આવી રે, મુક્ત મોટા સાથે ઘણા વાલો લાવી રે...૩ રૂડી રસોઈ કરી જમાડયા મેં સ્વામી રે, સાધુ બ્રહ્મચારી જમ્યા બહુ નિષ્કામી રે...૪ જ્ઞાનમુનિનો સ્વામી અક્ષરવાસી રે, હું તો બીજાની મટી થઈ હરિ દાસી રે...૫
