જમી ચંદનપાટે બેઠા સંત સભામેં રે, એવી શોભા દીઠી નહિ કોઈ ઠામે રે...૧ કેસર ચંદન ચરચી હરિને અંગે રે, પે’રાવ્યાં મેં વસ્ત્ર ઘરેણાં ઉમંગે રે...૨ ધૂપ દીપ કરી આરતી ઉતારી રે, દરશન કરે અગણિત નરનારી રે ...૩ હરિ કેરાં ચરણ દૂધે જળે ધોયાં રે, કૂળે સહિત માથે લઈ દુ:ખ ખોયાં રે...૪ જ્ઞાનમુનિને વાલે દોષ ન જોયા ર ે , દાસી જાણી મુજ પર પ્રભુજી મોહ્યા રે...૫
