બેની જેનાં ભાગ્ય હોય તે પ્રભુ સેવે રે, લોકલાજ મૂકી સર્વે કુટેવે રે...૧ બ્રહ્મા ભવ યોગેશ્વર સિદ્ધ અપાર રે, જેનું ગાન કરે છે નારદ કુમાર રે...૨ રાધાલક્ષ્મી વર મળ્યા મને આજ રે, સર્વે દુ:ખ ગયા પામી સુખ સાજ રે...૩ દાન પુન્ય વ્રત કીધાં જે જે આગે રે, મારે તેનું ઉદે થયું આજ ભાગે રે...૪ જ્ઞાનમુનિનો નાથ અચલ સુખ આપે રે, સ્વામિનારાયણ જપો મુખે જાપે રે...૫
