મુખ્ય સામગ્રી પર જાઓ

માઘ વદી એકાદશી વિજ્યા, તે નિશિ મુનિ ઉપર હરિ રીઝિયા

માઘ વદી એકાદશી વિજ્યા, તે નિશિ મુનિ ઉપર હરિ રીઝિયા. ૧
           દીધું અંતર દર્શન નાથે, લક્ષ્મી સત્ઉભામા હરિ સાથે. ર
કોટિક સૂરજને અજવાળે, સાત્યકી ઉદ્ધવ ચમ્મર ઢાળે. ૩
           અર્જુન છત્ર કનક શિર ધરિયું, નૌતમ રૂપ મુનિ મન હરિયું. ૪
નીલ કલેવર નીરદ જેવું, અંતર ધ્યાન કર્યું હરિ એવું. પ
           બ્રહ્માનંદ કહે મુનિ અકળાણાં, બાહેર તેમના તેમ દેખાણા. ૬
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
પૂનમ, સુદ, શુક્લ, આમલકી - ધાત્રી - કુંજ એકાદશી, ફાગણ, ફાલ્ગુન
સ્થળ :
ગોમતી, દ્વારકા
વિશેષ નામ :
રણછોડરાયજી, સચ્ચિદાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026