મુખ્ય સામગ્રી પર જાઓ

મુજને વીતી તે કહી દાખું, એ વિધિ લોક પીડાય છે લાખુ

મુજને વીતી તે કહી દાખું, એ વિધિ લોક પીડાય છે લાખુ. ૧
          ગોમતી નહાતાં બંધી કીધી, મુજને છાપુ પણ નવ દીધી. ર
ચોખા થયા અપવાસ અગીયારે, તમને જોયા નયણે ત્યારે. ૩
          નિર્દય બેઠા પૈસા લેવા, ન મળે ત્યાગીને ધન દેવા. ૪
માટે એ માગું ચિત્ત ધરીએ, સૌને તીરથ થાય તેમ કરીએ. પ
          બ્રહ્માનંદ કહે નાથ વિચારી, બોલ્યા વચન સર્વ હિતકારી. ૬
 
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
પૂનમ, સુદ, શુક્લ, આમલકી - ધાત્રી - કુંજ એકાદશી, ફાગણ, ફાલ્ગુન
સ્થળ :
ગોમતી, દ્વારકા
વિશેષ નામ :
રણછોડરાયજી, સચ્ચિદાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026