મુખ્ય સામગ્રી પર જાઓ

મુનિ કહે જય જય મંગલ મૂર્તિ, જાદવ તિલક ન મેલું ઉરથી

મુનિ કહે જય જય મંગલ મુરતિ, જાદવ તિલક ન મેલું ઉરથી. ૧
          તમે છો કરુણા કેરા દરિયા, દર્શન દઇ દુઃખ સંકટ હરિયા. ર
હવે હું માગું છું બહુનામી, સુણીએ ચિત્ત દઇ અંતરજામી. ૩
          અમારે ગુરુ એક આજ્ઞા કીધી, ત્યાગી ગૃહી મસ્તક ધરી લીધી. ૪
દ્વારામતી જાત્રા કરી લેવી, હમણાં આજ્ઞા અમને એવી. પ
          બ્રહ્માનંદ કહે ગૃહી ધન ધરશે, ત્યાગી કેમ કરી તીરથ કરશે.
રચયિતા :
બ્રહ્માનંદ સ્વામી
પ્રસંગ :
પૂનમ, સુદ, શુક્લ, આમલકી - ધાત્રી - કુંજ એકાદશી, ફાગણ, ફાલ્ગુન
સ્થળ :
ગોમતી, દ્વારકા
વિશેષ નામ :
રણછોડરાયજી, સચ્ચિદાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026