મુખ્ય સામગ્રી પર જાઓ

ઘનશ્યામ નાના ત્રણ વરસના માતપિતાને સંગે;

ઘનશ્યામ નાના ત્રણ વરસના માતપિતાને સંગે;
છપૈયાપુરથી ગાડે બેસી ચાલ્યા અયોધ્યા ઉમંગે,
ઘનશ્યામ૦ ટેક.
બેઠા માતાને ખોળે વાલો, રમતરાળા કરે છે ઠાલો;
માતાજી પ્રેમે ખેંચે ગાલો, બાલપ્રભુ બહુ લાગે વાલો,
         ઘનશ્યામ૦ ૧
સરયુ તીરે આવ્યા હરિ, કિનારે સર્વે બેઠા જરી;
જોતા ભક્તિલાલ શ્રીહરિ, એક કેવટની દૃષ્ટિ ઠરી,
         ઘનશ્યામ૦ ૨
નૌકા તે તો નેહથી લાવ્યો, મનમાં ધારી ફેરો ફાવ્યો;
ભક્તિમાતાએ તેને બોલાવ્યો, બહુ હોંશેથી દોડતો આવ્યો, 
         ઘનશ્યામ૦ ૩
સામે કિનારે અમારે જાવું, હાલો ઊઠોને ખોટી શું થાવું;
બોલને ભાઈ ભાડું શું લેવું, બેસો જાવા દ્યો લેવું ને દેવું,
         ઘનશ્યામ૦ ૪
સર્વે બેઠા હોડીમાં ભાવે, નાવિક ધીમે નાવ ચલાવે;
બાલહરિને આનંદ આવે, જ્ઞાનજીવન બલિહારી જાવે,
          ઘનશ્યામ૦ ૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026