મુખ્ય સામગ્રી પર જાઓ

ધરણીમાં ધર્મ સ્થાપવા, કળિ મધ્યે કરુણા કીધી

ધરણીમાં ધર્મ સ્થાપવા, કળિ મધ્યે કરુણા કીધી;
          કઈ દાડાના જીવ હતા કેદમાં રે, સાર આજ સહુની લીધી...ધરણી૦ ૧
વાસના વજ્ર પાશ તોડિયો, ભાંગી ભવની બેડી;
         એકાંતિક ભક્ત કરી ભૂમિએ રે, ચાલ્યા હરિધામ તેડી...ધરણી૦ ૨
ધણીનું ધાર્યું કોઈથી ન ફરે, અગમ નિગમને એ વાતુ;
         છઠ્ઠીના લેખ ક્યાંથી સૂચવે રે, વિધિએ નથી એ લખાતું...ધરણી૦ ૩
પુરુષોત્તમ પ્રિય ભક્તને, મુક્તિની જુક્તિ બતાવે;
         દાસ હરિનો વાલો બ્રહ્માંડમાં રે, અવતારી એક ફેરો આવે...ધરણી૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ધન્યતા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026