મુખ્ય સામગ્રી પર જાઓ

પુરુષોત્તમ તમ કારણે, મેલી મેં મરજાદા જગની

પુરુષોત્તમ તમ કારણે, મેલી મેં મરજાદા જગની;
          તુચ્છ કીધા ત્રણે લોકને રે, લાગી મારે તમ સંગે લગની...પુરુષો૦ ૧
રાત દિવસ રટું તમને, નિમિષ નહિ મેલું ન્યારા;
         મોહન ચશમા મારા આંખના રે, નટવર નેણના તારા...પુરુષો૦ ૨
ભવસાગરમાં ભટકતાં તમે, મળ્યા નારાયણ સ્વામી;
         સહજાનંદ રૂપે શ્રીહરિ રે, પતિ પુરુષોત્તમ પામી...પુરુષો૦ ૩
અક્ષર ધણી મળ્યા આ સમયે, ફેરા સુફળ ફળિયા;
         દાસ હરિનો વાલો દયા કરી રે, દાસ પર અઢળક ઢળિયા...પુરુષો૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ધન્યતા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026