મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રીતમ સ્નેહી મારા પ્રાણના, મેં તવ ચરણની દાસી

પ્રીતમ સ્નેહી મારા પ્રાણના, મેં તવ ચરણની દાસી;
          હજૂર રાખો હરિ અમને રે, અક્ષરપતિ અવિનાશી...પ્રીતમ૦ ૧
શ્યામ છો શિર ધણી માયરા, પિયુ હું તો પળ ન વિસારું;
         નિશદિન રટું રસના થકી રે, મનમાં મનન તમારું... પ્રીતમ૦ ૨
સહજાનંદ નામ શ્રવણે, સુણતાં આનંદ પામી;
         જે દિન મળ્યા તમે જગપતિ રે, તે દિની વિપત્તિ વામી...પ્રીતમ૦ ૩
સ્વામિનારાયણ એક સત્ય છો, પુરુષોત્તમ અવતારી;
         દાસ હરિ વદે મુખ થકી રે, નિશદિન નામ ઉચ્ચારી... પ્રીતમ૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ધન્યતા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026