મુખ્ય સામગ્રી પર જાઓ

રેલ્યે બેસો રે રેલ્યે બેસો, રૂડી અક્ષરની રેલ્યે બેસો

રેલ્યે બેસો રે રેલ્યે બેસો, રૂડી અક્ષરની રેલ્યે બેસો-ટેક
ચોરાસી મતથી સુગમ સત્સંગમાં, ધણી ધારો જીવનમુક્ત જેસો-રૂડી૦ ૧
તુર્યપદની ટિકિટ લઈને, પરમપદની પોળે પેસો-રૂડી૦ ૨
માયાનાં બંધન તૂટે તડોતડ, હરિભજનનો જો લાગે હેસો-રૂડી૦ ૩
દાસ હરિ કે મળ્યા અક્ષરના ઓલિયા, દસ ચોવીસ નહિ દૂજો એસો-રૂડી૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ધન્યતા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026