મુખ્ય સામગ્રી પર જાઓ

રેલગાડીને કોણ કરે આડી, રૂડી અક્ષરની રેલગાડી

રેલગાડીને કોણ કરે આડી, રૂડી અક્ષરની રેલગાડી-ટેક
માયા તો મૂળગી ભડકીને ભાગે, સત્સંગ સરકારી સડક છાંડી-રૂડી૦ ૧
માથા ઉપર પગ મેલીને ચાલે, લોંઠાનો લાગ શું કરે લાડી-રૂડી૦ ૨
સોળે ઇસ્ટેશન પાર ઉતારે, સુધા સિંધુની ઉલંઘી ખાડી-રૂડી૦ ૩
દાસ હરિ કહે સ્વામિનારાયણે, મોક્ષની મોટી આડત માંડી-રૂડી૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ધન્યતા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026