મુખ્ય સામગ્રી પર જાઓ

અવર મદન છબી ભારી...શામરા તોરી

અવર મદન છબી ભારી...શામરા તોરી૦ ટેક
           કોટિ મદન છબી દેખી લાજત હે, ઇંદુ વદન પર હો બલહારી રે-શામરા૦ ૧
કમળ નયણ કટાક્ષે લોભાણી, સકળ વિશ્વે હો સબ નારી રે-શામરા૦ ૨
           મંદમંદ હાસ્ય મુખ મરકલડા મેં, મોહ્યા મુનિવર હો ધ્યાન ધારી રે-શામરા૦ ૩
દાસ હરિ કે દેખી રૂપ અનોપમ, ચરણ સેવા આપો હો સુખકારી રે-શામરા૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
સ્તુતિ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026