મુખ્ય સામગ્રી પર જાઓ

નવલ છબી હો ઘનશ્યામ...શામરા તોરી

નવલ છબી હો ઘનશ્યામ...શામરા તોરી૦ ટેક
મોર મુગટ મકરાકૃત કુંડળ, છત્ર બિરાજે હો સુખધામ-શામરા૦ ૧
ગોળ કપોળે ઝળળળ ઝળકે, ટીબકડી રૂડી હો અભિરામ-શામરા૦ ૨
મૂર્તિ મનોહર માવ તુંહારી, રાખું હૃદામાં હો ધરી હામ-શામરા૦ ૩
દાસ હરિ કે રટું અહોનિશ હું તો, સ્વામિનારાયણ હો મુખ નામ-શામરા૦ ૪

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
સ્તુતિ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026