મુખ્ય સામગ્રી પર જાઓ

ઉત્તમને આંગણ અલબેલો રે, ઉત્તમને આંગણ

ઉત્તમને આંગણ અલબેલો રે, ઉત્તમને આંગણ;
         લીલા કરે લીંબતરુવર હેઠે, સુંદરવર છેલો...ટેક
વૃક્ષ તળે વેદી બહુ સારી રે, વૃક્ષ તળે;
         પાટ ઉપર પ્રભુજી વિરાજે, નીરખે નરનારી...ઉત્તમ૦ ૧
ચારેકોર સંતમંડળ શોભે રે, ચારેકોર;
         દાદા તણે દરબારે સભા જોઈ, સુરમુનિ મન લોભે...ઉત્તમ૦ ૨
કથા કરે નિત્યાનંદ સ્વામી રે, કથા કરે;
         બ્રહ્મ-પરબ્રહ્મ ભેદ બતાવે, બળવંત બહુનામી...ઉત્તમ૦ ૩
પરમહંસ પ્રશ્ન પૂછે ડાયા રે, પરમહંસ;
         જીવ ઈશ્વર કો ભેદ કહાવો, કૈસી વળી માયા...ઉત્તમ૦ ૪
પાંચ ભેદ પ્રભુજી સમજાવે રે, પાંચ ભેદ;
         સુણતાં એહી દૃઢ જ્ઞાન ઉર, આનંદ અતિ આવે...ઉત્તમ૦ ૫
કોઈ સમે કીરતન ગવરાવે રે, કોઈ સમે;
         સંત સંગાથે શ્રીહરિ હેતે,ગેહેરે સ્વરે ગાવે...ઉત્તમ૦ ૬
બજાવત વાજાં બહુ આગે રે, બજાવત;
         કરે ગાવણું મળી ગવૈયા, સુણે પ્રભુ અનુરાગે...ઉત્તમ૦ ૭
ઉત્સવનો દિન આવે જ્યારે રે, ઉત્સવનો દિન;
          દાસ હરિ કે હરિજન સંગે, રાસ રમે તારે...ઉત્તમ૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
લીલા ભક્તિ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026