મુખ્ય સામગ્રી પર જાઓ

દુરગપુર દયા કરી આવ્યા રે, દુરગપુર દયા કરી

દુરગપુર દયા કરી આવ્યા રે, દુરગપુર દયા કરી;
          સહજાનંદ ભગવંત મહામુનિ, સબ હી સંગ લાય...ટેક
ઉત્તમ નૃપ ભક્ત અતિ ભારી રે, ઉત્તમ નૃપ;
         દયા કરી દીનબંધુ આવ્યા, શામળો સુખકારી...દુરગપુર૦ ૧
ગઢપુર ગામ અતિ શોભે રે, ગઢપુર ગામ;
         ઉન્મત્ત સરિતા તીર અનુપમ, મુનિજન મન લોભે...દુરગપુર૦ ૨
રહ્યા હરિ વાસ કરી તામે રે, રહ્યા હરિ;
         કીધું ગઢપુર ગામ ધામ, સુંદર શ્રીઘનશ્યામે...દુરગપુર૦ ૩
અભય સુત ઉત્તમ શુદ્ધમતિ રે, અભય સુત;
         જયા લલિતા જનને પ્યારા, પ્રભુજી પ્રાણપતિ...દુરગપુર૦ ૪
પ્રભુને પ્રેમે વશ કરિયા રે, પ્રભુને પ્રેમે;
         ઠીક ઠરીને ઠાકોર એ તો, ઉત્તમના ઠરિયા...દુરગપુર૦ ૫
ઉત્તમ નૃપ ઉમંગ આણી તનમાં રે, ઉત્તમ નૃપ;
         સેવા કરે અતિ પ્રેમ વધારી, પ્રભુની નિશદનમાં...દુરગપુર૦ ૬
રસોઇયું કરી ભલી ભાતે રે, રસોઇયું કરી;
         જયા લલિતા જીવન જમાડે, ખૂબ કરી ખાંતે...દુરગપુર૦ ૭
જમે જગજીવન જન હેતે રે, જમે જગજીવન;
         દાસ હરિ હરિ હરિજન, વળી સંત સમેતે...દુરગપુર૦ ૮

ભાવ :
લીલા ભક્તિ
રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026