મુખ્ય સામગ્રી પર જાઓ

મૂરખને રાયે મરજાદા મેલી, મરજાદા મેલી

મૂરખને રાયે મરજાદા મેલી, મરજાદા મેલી;
          મરજાદા મેલી, ફોગટિયો થઈ ફેલી, મરજાદા મેલી...મૂરખને૦ ટેક
ેદેહનગરમાં જીવને રે, હુકમત હરિની આપેલી;
         દીવાન તે ડાયો થયો રે, મન ન માને વાત કહેલી...મરજાદા૦ ૧
અંતરશત્રુ અહોનિશ રે, એવી માંડી ઉતપાતની એલી;
         ચટકી લગાડી ચિત્તમાં રે, એની અંતરે આંટી પડેલી...મરજાદા૦ ૨
કામ કળાયલ મોરલો રે, એણે માંડી જુલમની જેલી;
         પરનારી શું કીધી પ્રીતડી રે, એની છિનાળે મત ચડેલી...મરજાદા૦ ૩
લોભાવી લોંડીએ રે, મેલી લાજને ઠાવકી ઠેલી;
         બુદ્ધિ તેણે બગડી ગઈ રે, કરે વાતો વેહેમ ભરેલી...મરજાદા૦ ૪
ક્રોધ આવ્યો કારમો રે, ભેળી રીસ રાંડને રાખેલી;
         ત્રણે વસ્યા તારા તનમાં રે, તારી અકલ ગઈ ઊઠી વેલી...મરજાદા૦ ૫
ઈર્ષા ન રહે અળગી રે, રાંડ પાડોસણ આવે પેલી;
         અનરથ કરવા ઉતાવળી રે, સંગે કપટ છળને લાવેલી...મરજાદા૦ ૬
કુસંગ શબ્દની કારમી રે, તારા જીવમાં જડ જડેલી;
         અહં મમત અભિમાનની રે, તને ચિત્તમાં ચટકી ચડેલી...મરજાદા૦ ૭
અસુર ગુરુના સંગથી રે, એવી સંપત્તિ તુજને મળેલી;
         દાસ હરિ કહે પ્રાણિયા રે, ગયો હારી બાજી જીતેલી...મરજાદા૦ ૮

રચયિતા :
હરિભાઈ દેસાઈ - ઓલિયા
ભાવ :
ઉપદેશ
પુસ્તક :
હરિકીર્તન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026