Logo image

વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ

વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, રૂપ તમારું તમે સ્થાપ્યું જીરે;
           સ્વયં સ્વેચ્છાથી બેઠા વડતાલમાં, સંતોને બહુ સુખ આપ્યું જીરે...ટેક.
ધામ કેરી મૂર્તિ ને વડતાલની મૂર્તિ;
એક જાણી ભૂલું નહિ કદી મારા ઉરથી;
           અખંડ સ્વરૂપ દિલ રાખ્યું જીરે...વડતાલ૦ ૧
મંદમંદ હસતું મુખડું રૂપાળું;
હરિકૃષ્ણ રૂપ તારું અતિશે તેજાળું;
           તેજાળી મોટી મોટી આંખ્યું જીરે...વડતાલ૦ ૨
વાદળી વાઘામાં તમે શોભો છો સારા;
પ્રાણથી એ નાથ તમે લાગો છો પ્યારા;
           કોટી પે’રીને મન ખેંચ્યું જીરે...વડતાલ૦ ૩
બ્રહ્માંડે નથી તારી જોડ મારા વાલા;
જ્ઞાનજીવન કહે કોટિ કરી કાલાવાલા;
           તમે અમારું બહુ રાખ્યું જીરે...વડતાલ૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026