સર્વોપરી છો તમે વડતાલવાસી,
તમારું રૂપ મન માન્યું જીરે;
સર્વે સંતોને સર્વોપરી આ,
મૂર્તિનું સુખ બહુ આવ્યું જીરે...ટેક.
હીરલાનો કંઠો ને, મોતીડાનો તોરો;
ભાવે કરી ભેટું ચૂમું, આવ્ય હરિ ઓરો;
રૂપ તારું જોઈ દિલ આપ્યું જીરે...સર્વોપરી૦ ૧
ચટકતી ચાલ તમે, ચાલો સોહામણા;
આવો પધારો નાથ, કરું વધામણાં;
તારે માટે દિલ ખાલી રાખ્યું જીરે...સર્વોપરી૦ ૨
આકાશે ચાલો તમે, મંદ મંદ હસતા;
અક્ષરબ્રહ્મ એવા, મુજ રૂપે વસતા;
અલૌકિક સુખ મેં તો ચાખ્યું જીરે...સર્વોપરી૦ ૩
તમે છો પૃથ્વી પર, પ્રગટ મોરારી;
ધ્યાન ધરીને સહુ, સુખી નરનારી;
જ્ઞાન કહે સૌને સુખ આપ્યું જીરે...સર્વોપરી૦ ૪