Logo image

વડતાલધામના હરિકૃષ્ણ મહારાજ

વડતાલધામના હરિકૃષ્ણ મહારાજ, તમારું મુખ મેં ચૂમ્યું જીરે;
           અંગોઅંગ ભેટતા પ્રીતમજી તમને, દલ મારું આનંદે ઝૂમ્યું જીરે...ટેક.
કાને બેઠા છે તારે હીરલાના મોર; તે છે પિયુડા મારા ચિત્ત કેરા ચોર;
                                  પાઘડીને હીરે ચિત્ત ચીર્યું જીરે...વડતાલ૦ ૧
કર કેરે લટકે ને આંખ્ય કેરે મટકે; વીંધી નાખ્યું દિલ મારું રાત-દિન ખટકે;
                                 જોઈ ખેસ બહુ સુખ આવ્યું જીરે...વડતાલ૦ ૨
ધીરે ધીરે ચાલો ને મંદ મંદ હસો; આવા ને આવા હરિ દિલ મારે વસો;
                                 હસી તમે દુ:ખ મારું કાપ્યું જીરે...વડતાલ૦ ૩
માધુરી મૂર્તિ તારી દિલમાં મેં ધારી; સર્વોપરી છો તમે સર્વાવતારી;
                                 જ્ઞાન શાસ્ત્રમાં બહુ દાખ્યું જીરે...વડતાલ૦ ૪

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
મૂર્તિ વર્ણન
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026