મુખ્ય સામગ્રી પર જાઓ

જેને અર્થે જીવીત ખોઇ જાય છે રે, જીવ જોને તપાસી તારૂં કુણ છે રે

જેને અર્થે જીવીત ખોઇ જાય છે રે..... ટેક
જીવ જોને તપાસી તારૂં કુણ છે રે, હેતુ હરિ વિના જગમાંઇ,
             જેનું પોષણ કરે છે પ્રભુ વિસરીરે, દગા ઘાતો ઘણા ઉર લાઇ. ૧
ભાઇ ભગીની ભાણેજ દારા દિકરા રે, માત માસી મામોને મિત્ર;
             તે સર્વે રહ્યાં માયા તણાં રે, પુણ્ય હરશે તારૂં કરી પ્રીત. ર
કુળ કુટુંબ માનીને માયરૂ રે, સદા કરે છે જેનું સનમાન;
             અંતકાળે આવી એજ લુંટશે રે, દેશે ફુટી દોણી તુંને દાન. ૩
ગજ ઘોડા મેના વેલ મેડીયો રે, મેલી જાવું ધરા ધન ધામ;
             ભૂમાનંદ કહે ભર્યા ભંડારમાં રે, સંગે આવે ન એક બદામ. ૪ 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
વિશેષ નામ :
નિષેધ,, સગાસંબંધી
www.swaminarayankirtan.org © 2026