મુખ્ય સામગ્રી પર જાઓ

તે માટે તું ચેતને પ્રાણીયારે

તે માટે તું ચેતને પ્રાણીયારે..... ટેક
સુરા પીનારને સીસુ પાય છે રે, ઉનુ વારમવાર;
         સાત સોવીસ કુકર ધાઇ ને રે, માંસભક્ષકનો કરે આહાર. ૧
પરત્રિયાના સંગ કરનારને, મળી જમ કિંકરનો સાથ;
         સ્થંભ લાલ કરીને લોહના રે, બળે કરી ભરાવે બાથ. ર
જીવહિંસા કરે હરખે કરી રે, માની મનમાં પોતાનો ધર્મ;
         તે પુરુષ તામિસ્ત્ર અંધમાં રે, પડી ભોગે કરેલાં કર્મ. ૩
સુખ ચાહે તો કર સંતસંગને રે, જેણે જમપુરનાં દુઃખ જાય;
          ભૂમાનંદ કહે ભવસાગરથી રે, તેનો તરત છુટકો થાય. ૪
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026