મુખ્ય સામગ્રી પર જાઓ

માટે ભજીલે શ્રી ભગવાનને રે

માટે ભજીલે શ્રી ભગવાનને રે...... ટેક
જમ જોઇને આંખો ફરી જાય છે રે. પેટ ચડે ને નાક ઠરડાય;
         જીભ ટુંકી પડે ને તુટે નાડીયો રે, મળમુત્ર અસાઘ્યે જાય. ૧
શ્વાસ છાતી થકો પાછો ફરે રે, વહેવા લાગે નેણુમાં નીર;
         ગળુ ગાજે ને દાંત કાળા પડે રે, થઇ જાય શિતળ શરીર. ર
મારો મારો બોલીને મુખથી રે, જમ જોરાવરે લઇ જાય;
         સગાં સર્વે મળી કુટે છાતીયો રે, કોઇ કરી ન શકે સહાય. ૩
જમપુરમાં લઇ જાય છે જીવને રે, બહુ પ્રકારે દેતા માર;
          ભૂમાનંદ કહે ભોગવીશકુંડ નર્કનારે, છલાખ ચોરાસી હજાર. ૪
 
રચયિતા :
ભૂમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026