મુખ્ય સામગ્રી પર જાઓ

કાયા ગઢ ઘેર્યો રે કાળે વિઠ્ઠલ વારે વેલા આવજો

કાયાગઢ ઘેર્યો રે કાળે, વિઠ્ઠલ વારે વહેલા આવજો...કાયા૦ ૧
         જોર ન ચાલે તમ વિન બીજા કોઈનું, તનડાના તાપ બુઝાવજો...કાયા૦ ૨
જીભ ટૂંકી થઈ વાણી તોતળી બોલાય ત્યારે,  કોટિ ગુના વિસરાવજો ..કાયા૦ ૩
         પાપ કર્યા તે આડાં આવે જ્યારે પીડવા, મોહન તે થકી મુકાવજો...કાયા૦ ૪
દેવાનંદ કહે અધમ ઓધારણ, તનડાની વાસના તોડાવજો...કાયા૦ ૫

રચયિતા :
દેવાનંદ સ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026