મુખ્ય સામગ્રી પર જાઓ

મરવા ટાણે આવી રે માવા, દરશન દ્યો છો હરિદાસને

મરવા ટાણે આવી રે માવા, દરશન દ્યો છો હરિદાસને...મર૦ ૧
જન અપરાધ તમે ઉર નથી ધારતા, આપો છો બ્રહ્મપુર વાસને...મર૦ ૨
ગુના અમારા હોય કોટિ કોટિ ગિરધર, નટવર કરજો હવે નાશને...મર૦ ૩
શ્રીઘનશ્યામ તમે કરુણાના સાગર, ટાળો છો જનના ભવત્રાસને...મર૦ ૪
દેવાનંદ કહે દોયલી વેળામાં, અમને તમારી એક આશ રે...મર૦ ૫

રચયિતા :
દેવાનંદ સ્વામી
ભાવ :
પ્રાર્થના
પુસ્તક :
કિર્તન દિવાળી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026