મુખ્ય સામગ્રી પર જાઓ

કે’જો ઓધા આવે રે વાલો પ્રાણ કરે જોવા પરિયાણને

કે’જો ઓધા આવે રે વાલો, પ્રાણ કરે જાવા પરિયાણને...ટેક.
પરમ સ્નેહી તમે રહેજો મારી પાસળે;
           સહજાનંદજી સુજાણને...કહેજો૦ ૧
બોંતેર કોઠા ખાલી થાય મળ ઝરી ઝરી;
           વાઢીને મેલે જ્યારે વાણને...કહેજો૦ ૨
ખમ ખમ ખાંસી કરે હૈયામાં આવે હેડકી;
           પડખામાં શૂળ મારે બાણને...કહેજો૦ ૩
દેવાનંદ કહે વાલા અંતે વેલા આવજો;
           ભક્તવત્સલ દૃગ ભાણને...કહેજો૦ ૪

રચયિતા :
દેવાનંદ સ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026