જોને વિચારી તારા જીવમાં હો પ્રાણિયા, ભૂલી ગયો તું ભગવાન રે; ઘર ધંધે ઘેર્યો, કેડે આવે છે તારે કાળ અતિ કોપતો-ટેક. ખાધા ખેલ્યામાં ખોયું બાળપણું હો...પ્રા૦ જોબન આવ્યું થયો જુવાન રે...ઘર૦ ૧ રોળ્યો કરે છે દિન રાતમાં હો...પ્રા૦ પાપ કર્યામાં અતિ પ્રીત રે...ઘર૦ ૨ અંગે બુઢાપણું આવિયું હો...પ્રા૦ નિર્લજ થઈને ફરે નિત રે...ઘર૦ ૩ સંગત કરે નહિ કેદી સંતની હો...પ્રા૦ હરિ ભજવામાં નહિ હેત રે...ઘર૦ ૪ અંતે લેવાને જમ આવશે હો...પ્રા૦ દેવાનંદ કહે હજી ચેત રે...ઘર૦ પ
