કોઈ સાથે નાવે, મેલીને પાળો જમપુરની વાટે જાય છે...ટેક.
કર્મ કર્યાં તે આડાં આવશે હો...પા૦ હરિ ભજ્યા વિના બેહાલ રે...કોઈ૦ ૧
ભેળું ન લીધું ભાતું પુણ્યનું હો...પા૦ ભૂખ તરસની પીડા થાય રે...કોઈ૦ ૨
જીવ માર્યા તે આડા આવશે હો...પા૦ તારું કાપીને તન ખાય રે...કોઈ૦ ૩
લોઢાની નારી ઊની લાલકરી હો...પા૦ બાથ ભરાવી દેવે માર રે...કોઈ૦ ૪
આખ્ં યમું ા ંઊના ગજ નાખશ ેહો...પા૦ નીરખી દેવાનંદ કે’પરનાર રે...કોઈ૦ ૫
