સંતોના દ્રોહી, પડવાનું પાપે કરી તારે કુંભીપાકમાં...ટેક.
આગળ વૈતરણી નદી આવશે હો...મૂ૦ માથે મુદગળના લાગે માર રે...સંતો૦ ૧
દીધાં નથી તેં ગૌદાનને હો...મૂ૦ કોણ ઉતારે સામે તીર રે...સંતો૦ ૨
કઠણ કોલુમાં કાયા પીલશે હો...મૂ૦ છોતા સરીખું થાય શરીર રે...સંતો૦ ૩
ઉભો ધર્મની આગળ રાખશે હો...મૂ૦ માગે રતિ રતિના જવાબ રે...સંતો૦ ૪
કટું બું સારુ ંકયા ર્પણ્ુ ય પાપન ેહો...મૂ૦ અકે લો દવે ાનદં ક ેભોગવ આપ રે...સતં ો૦ ૫
