મુખ્ય સામગ્રી પર જાઓ

ખળ જ્ઞાનીના લક્ષણ સર્વ બતાવું રૂડી રીતે

ખળ જ્ઞાનીના લક્ષણ સર્વ બતાવું રૂડી રીતે, 
          સુણો સંત સુજાણ હરિ ઉપાસક સર્વે પૂરણ પ્રીતે ||ટેક||
મુખ એક બ્રહ્મ જગને ભાખે,
મન વિષય વાસનામાં રાખે.
         કેદી રામ નામ રસ ન ચાખે. ખળ.૧
વળી જ્ઞાની એમ બોલે છે,
ભાઇ સ્વર્ગ નર્ક તે ક્યાં રે છે
         ખળ વેદ પુરાણ ખોટા કે છે. ખળ.૨
વળી વિધિ નિષેધ મિથ્યા ભાખે,
કરે પાપ પ્રભુનો ડર નવ રાખે
         હરિ પ્રતિમા ખોટી કહી દાખે. ખળ.૩
પોતે પોતાને બ્રહ્મ કહે,
સતશાસ્ત્ર પ્રમાણે નવ રહે
         મંજુકેશાનંદ એ સત્ય કહે. ખળ.૪ 
રચયિતા :
મંજુકેશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026