મુખ્ય સામગ્રી પર જાઓ

આધુનિક જ્ઞાની બ્રહ્મસ્વરૂપ નિરૂપણ લેશ ન જાણે

આધુનિક જ્ઞાની બ્રહ્મસ્વરૂપ નિરૂપણ લેશ ન જાણે
           ભોળા જનને મિથ્યા જ્ઞાન કથી તન સુખને માણે...ટેક.
જુઓ શુકજી નિર્ગુણ નિષ્ઠ રયા, જેના વિષય વિકાર સહુ દુર થયા
           તોય કૃષ્ણ કથા કહી આણી દયા. આધુ.  || ૧ ||
વળી તરુમાં રહી ઉતર દીધા, તેમ સર્ગ નર્ક વરણન કીધા
           શ્રી કૃષ્ણ ચરણ ઉર ધરી લીધા. આધુ.  || ૨ ||
જુઓ શંકર બ્રહ્મજ્ઞાની મોટા, જેને વિધિ નિષેધ ન ક્યાં ખોટા 
           જગ ખળ જ્ઞાની વાળે ગોટા. આધુ.  || ૩ ||
જુઓ જડભરત બ્રહ્મસ્વરૂપ થયા, જેણે કર્મ ધર્મને સત્ય ક્યાં. 
           મંજુકેશાનંદ તે તેમ રહ્યા આધુ.  || ૪ ||

રચયિતા :
મંજુકેશાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026