મુખ્ય સામગ્રી પર જાઓ

બુદ્ધિ બીજાને આપી, ભકિત કરે તે ભકતની બલિહારી

બુદ્ધિ બીજાને આપી, ભકિત કરે તે ભકતની બલિહારી;
          પ્રીય પ્રાણપતિને, પરમ આત્મિક પર દુઃખ ઉપકારી...૧
શ્રીહરિ ને હરિજનના, ગમતામાં જે વરતે નરનારી;
         સુખ સંપત્ત જશ પામી, અક્ષર પોંચે દિવ્ય તનુ ધારી...૨
જે હરિવચન વિસારી, મનગમતામાં વર્તે નરનારી;
         કોટિક કલ્પ લગી તે, દુઃખ ભોગવશે મુઆ પછી ભારી...૩
શ્રીહરિ ને હરિજનનો, શિશ જતાં પણ અવગુણ નવ લેવો;
         અવગુણ લે તે જનનો, જોઇ તપાસી સંગ તજી દેવો...૪

 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026