કલ્યાણનો ખપ જેને, તે કેમ કરશે કદીય પાપ જરી;
જન સુધારી પોતાનું, પ્રભુને ભજશે પૂરણ પ્રેમ ધરી. ૧
શ્રીહરિ ને હરિજનનો, પક્ષ જ લેવો પૂરણ ભાવ ભરી;
તેમજ નિયમ ને નિશ્ચય, દ્રઢ કરીને ભજવા એક હરિ. ૨
જાણપણા દરવાજે બેસીને, નિત્ય સાચવો ઘટ ઘરને;
ષટ શત્રુને સંહારી, હદય રાખો રસિક હરિવરને. ૩
તત્વે કરીને હરિ જાણ્યા, તેને નથી કંઇ કલ્યાણમાં કાચું;
સુખ અલૌકિક લીધું, દાસ નારાયણ ભકત ભણે સાચું. ૪
