મુખ્ય સામગ્રી પર જાઓ

એવા પ્રભુને ભજીને, જન્મ ધર્યો તે સફળ કરી લેવો

એવા પ્રભુને ભજીને, જન્મ ધર્યો તે સફળ કરી લેવો;
          ભક્ત બનીને પ્રભુના, પાપને રસ્તે પગ નહિ દેવો...૧
કનક કાન્તા ને કાયા માયા, મમતા જગતની જુઠી;
         સગાં સંબંધીને છોડી, એક પલકમાં જાવું છે ઉઠી...૨
સર્વેનું શ્રીજી ચલાવે, ફોકટ ફૂલે મૂરખ મમતા કરી;
         શ્વાન શકટની સાથે, ગતિ કરે છે મિથ્યા માન ધરી...૩
માટે ભક્ત બનીને ભજે, ભજાવે ભાવ ધરી હરિને;
         પાળે ને ધર્મ પળાવે, તે નહિ આવે ગર્ભ વિષે ફરીને...૪

રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026