મુખ્ય સામગ્રી પર જાઓ

નયણુની આગે મારા નાથજી રેજ્યો

નયણુની આગે મારા નાથજી રેજ્યો,
         એટલી અરજ વાલા મારી ઉર ધરી લેજો. ટેક.
તમને જોયા વિના જે પલ જાય,
          તેતો મુને શામળા કલપ સમ થાય. નયણુ ૧
નેહડો બંધાણો વાલા મારે તમ સંગ સાંચિ,
         મન, કર્મ, વચને હું તો માવજી તમારી. નયણુ ર
બેલડી બંધાણી વાલા મારે તમ સંગ સાંચિ,
          મુક્તાનંદના નાથ હું તો તારા રંગડામાં રાચી. નયણુ ૩
 
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026