મુખ્ય સામગ્રી પર જાઓ

શામલા સનેહિ લાગ્યો મારે તમ સંગ નેડો

શામલા સનેહિ લાગ્યો મારે તમ સંગ નેડો,
         રસિયા પ્રીતમ કેમ કરી મેલું અબ કેડો...ટેક
મુરતિ તમારી વાલા મુને પ્રાણથી પ્યારી,
         નિમષ ન ન્યારા મેલું વાલા કુંજ વિહારી...શામલા૧
રંગડો ચડ્યો છે પુરો મને રસિયા તમારો,
         લાગો છે સંસારિયો મુને વિષ સમ ખારો...શામલાર
આંખડિયું આગે રાખું વાલા આવાને આવા,
         મુક્તાનંદના નાથ રેજો નહિં દઉં જાવા...શામલા૩
 
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
વિશેષ નામ :
હિન્દી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026