મુખ્ય સામગ્રી પર જાઓ

દોયલી વેળામાં રે કોઈ કેનું નથી રે, જ્યારે કરે જમડા આવીને જોર

દોયલી વેળામાં રે કોઈ કેનું નથી રે,
         જ્યારે કરે જમડા આવીને જોર; તેણી વેળા આવી રે દયાળુ મુજ દીનની રે,
         બાંહ્ય ગ્રહી રે’જો નંદકિશોર-૧ જ્યારે તૂટે નાડી રે ઝલાઈ જાય જીભડી રે,
         વાજે કફ સહિત શ્વાસનો ઘોર રે; સગાં ને સંબંધી રે લાગે સહુ લૂંટવા રે,
         કૂડા કૂડા કરીને શોર બકોર-૨ સ્વારથનાં સગાં રે સર્વે સંસારમાં રે,
         તમ વિનાં જૂઠાં સર્વે જન રે; તમે ને તમારા રે જન પ્રભુ પરમારથી રે,
         બીજે નવ માને મારું મન-૩ ત્રાહિ ત્રાહિ કરી રે પોકારું જોઈ તમ ભણી રે,
         સેવકની કરજો શ્યામ સંભાળ; મુક્તાનંદના સ્વામી રે જાણ સુજાણ છો રે,
         વર્ણવે છે વેદ દીનદયાળ-૪

 

 

રચયિતા :
મુક્તાનંદ સ્વામી
ભાવ :
પ્રાર્થના
પુસ્તક :
કિર્તન દિવાળી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026