મુખ્ય સામગ્રી પર જાઓ

આ અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ

આ અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ; વાહને ચડીને આવો છો મારા વાલમા રે, નારાયણ નામનો જપતાં જાપ-૧ અનેકને આવ્યા રે અંતસમે તેડવા રે, સાથે લઈ સંત જનનો સાથ; એવા તો તમારા રે ગુણ અનંત અપાર છે રે, સાંભળતામાં સર્વે થાય સનાથ-૨ અધમ જાતિ રે ઓધારી બહુ નારીને રે, જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ; ગુણ ને અવગુણ રે નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ-૩ કરુણારસને રે પ્રગટ કર્યો કાનજી રે, કરવા અનેક જનનો ઉદ્ધાર; મુક્તાનંદને વાલે રે મહાસુખ આપિયું રે, કરી નિત્ય નવલા નેહ વિહાર-૪

 

 

રેકોર્ડ કરેલ સંસ્કરણ

પ્રકાશક:
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫
સ્વરકાર : લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
લાઈવ/સ્ટુડિયો : સ્ટુડિયો
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
વિશેષ નામ :
શરણાગતિ, આશરો, કરુણા,કૃપા,દયા,ઉપકાર
વિશેષણ :
અધમ ઉદ્ધારણ, પતિતપાવન, ગરીબ નિવાજ, દીનબંધુ, ભક્તવત્સલ, દયાનિધિ,દયાસાગર,દયાળુ
પ્રસંગ :
અવસર
www.swaminarayankirtan.org © 2026